મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત
By AbpApril 17, 2026 at 1:44 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇરાને 49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપારી જહાજો માટે ફરીથી ખોલવાની મોટી જાહેરાત કરી.
- લેબનોનમાં યુદ્ધવિરામ અમલમાં રહેશે ત્યાં સુધી જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહેશે તેવી ઇરાને મહત્વપૂર્ણ શરત મૂકી.
- તમામ વ્યાપારી જહાજોએ ઇરાનના બંદરો અને દરિયાઈ સંગઠન દ્વારા જાહેર કરાયેલ સંકલિત માર્ગનું ફરજિયાત પાલન કરવું પડશે.
- વિશ્વના ક્રૂડ ઓઇલ અને ગેસ પુરવઠાનો 20% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, જે તેને વૈશ્વિક ઉર્જા માટે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.
- આ પુનઃખુલવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર સકારાત્મક અસર પડશે તેવી અપેક્ષા છે.
Strait Of Hormuz Opening:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનથી સારા સમાચાર આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ કોર્મશિયલ જહાજો માટે ફરી ખોલવામાં આવ્યું છે. કોઈપણ દેશના જહાજોને હોર્મુઝમાં રોકવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી લેબનાનમાં યુદ્ધવિરામ અમલમાં રહેશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ કોર્મશિયલ જહાજો માટે ખુલ્લું રહેશે, જે પેટ્રોલિયમ અને અન્ય ઉત્પાદનો લઈ ખાડીથી વિશ્વના બાકીના ભાગોમાં જાય છે.
Was this story interesting?





