હોર્મુઝમાં તણાવ : ઈરાને જે ત્રણ માલવાહક જહાજો પર હુમલો કર્યો એ કોનાં હતાં?
By BBC GujaratiApril 22, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવ્યા બાદ બુધવારે હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કાર્ગો જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઈરાને બે જહાજો કબજે કર્યાં છે
- યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ સેન્ટર (યુકેએમટીઓ) અનુસાર, શરૂઆતમાં જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) દ્વારા ગોળીબાર કરાયો હતો
- ઈરાની મીડિયા અનુસાર, આઇઆરજીસીએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણેય જહાજોને નિશાન બનાવ્યાં હતાં
- આઇઆરજીસી સાથે જોડાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે "યુફોરિયા" જહાજને નિશાન બનાવાયું હતું અને તે હવે ઈરાની કિનારા પાસે છે
- આઇઆરજીસીની નૌકાદળનું કહેવું છે, કાર્ગો જહાજોમાં એમએસસી ફ્રાન્સેસ્કા અને એપામિનોન્ડાસને "જપ્ત" કરવામાં આવ્યાં હતાં અને ઈરાની કિનારા તરફ વાળવામાં આવ્યાં હતાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવ્યા બાદ બુધવારે હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કાર્ગો જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઈરાને બે જહાજો કબજે કર્યાં છે. યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ સેન્ટર (યુકેએમટીઓ) અનુસાર, શરૂઆતમાં જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) દ્વારા ગોળીબાર કરાયો હતો. ઈરાની મીડિયા અનુસાર, આઇઆરજીસીએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણેય જહાજોને નિશાન બનાવ્યાં હતાં. આઇઆરજીસી સાથે જોડાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે "યુફોરિયા" જહાજને નિશાન બનાવાયું હતું અને તે હવે ઈરાની કિનારા પાસે છે.
Was this story interesting?





