અસ્થમા સારવારથી માંડીને યૌનક્ષમતા વધારવા સુધી : શિયાળના માંસ અને ગરોળીના તેલ વિશેની માન્યતા પાછળની હકીકત
By BBC GujaratiSeptember 26, 2026 at 12:00 AM8 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત ઉપખંડમાં શિયાળના માંસ, ટોકે ગેકો ગરોળી અને જળોના તેલના ઔષધીય ગુણધર્મો અંગે અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે.
- લોકો માને છે કે શિયાળનું માંસ સંધિવા અને અસ્થમા જેવી બીમારીઓ મટાડે છે, જ્યારે ટોકે ગેકો ગરોળી કેન્સર અને યૌન સંબંધિત સમસ્યાઓનો ઉપચાર કરી શકે છે, અને તેની કિંમત કરોડોમાં હોઈ શકે છે.
- જોકે, જહાંગીરનગર અને ઢાકા યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર અને ફાર્માકોલોજીના નિષ્ણાતો આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને અંધશ્રદ્ધા આધારિત ગણાવે છે.
- શિયાળને મરઘાં ચોરવા અથવા અપશુકનિયાળ માનવામાં આવતા હોવાથી પણ મારી નાખવામાં આવે છે, જોકે વૈજ્ઞાનિકો આ વાતને પણ નકારે છે.
- આ માન્યતાઓને કારણે શિયાળ અને ટોકે ગેકો બંનેનો શિકાર વધ્યો છે.
શિયાળનું માંસ ખાવાથી સાંધાના દુખાવા (સંધિવા)માં રાહત મળે છે, એક ખાસ પ્રકારની ગરોળીને અસ્થમાથી લઈને યૌન સંબંધિત તકલીફો સુધીની દરેક સમસ્યાનો ઉપચાર માનવામાં આવે છે, જ્યારે જળો (લીચ)નું તેલ દુખાવો અને અન્ય અનેક બીમારીઓની સારવારમાં અસરકારક ગણાય છે. આવી લોકમાન્યતા લાંબા સમયથી બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન સહિત સમગ્ર ઉપખંડના વિવિધ વિસ્તારોમાં પ્રચલિત છે. આ વિસ્તારોમાં ટોકે ગેકો (એક પ્રકારની ગરોળી) મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, તેની માગ અને પરંપરાગત ઔષધિઓ બનાવવામાં કાચા માલ તરીકે તેના ઉપયોગ અંગે ફેલાયેલી માન્યતાને કારણે તેની ચીન, તાઇવાન અને વિયેતનામ સહિત પૂર્વ એશિયાના વિવિધ દેશોમાં દાણચોરી કરવામાં આવતી રહી છે.
Was this story interesting?





