આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
By AbpApril 7, 2026 at 6:17 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Trump War Alert:મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા 39 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક ધમકી આપીને આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
- ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો ઈરાન આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં નવી ડીલ સ્વીકારીને હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નહીં ખોલે, તો આજે રાત્રે જ ઈરાન પર એવો વિનાશક હુમલો થશે કે એક આખી સભ્યતાનો કાયમ માટે અંત આવી જશે.
- જોકે, અમેરિકાની આ મહાવિનાશની ધમકી સામે ઈરાન પણ નમવા કે ઝૂકવા તૈયાર નથી અને તેમણે છેલ્લે સુધી આરપારની લડાઈ લડી લેવાનો હુંકાર કર્યો છે.
- આજની રાત એક આખી સભ્યતાનો અંત હશે" અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટેની આપેલી ડેડલાઈન પૂરી થવા આવી છે, ત્યારે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ધ્રુજાવી દે તેવી જાહેરાત કરી છે.
Trump War Alert:મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા 39 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક ધમકી આપીને આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો ઈરાન આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં નવી ડીલ સ્વીકારીને હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નહીં ખોલે, તો આજે રાત્રે જ ઈરાન પર એવો વિનાશક હુમલો થશે કે એક આખી સભ્યતાનો કાયમ માટે અંત આવી જશે. જોકે, અમેરિકાની આ મહાવિનાશની ધમકી સામે ઈરાન પણ નમવા કે ઝૂકવા તૈયાર નથી અને તેમણે છેલ્લે સુધી આરપારની લડાઈ લડી લેવાનો હુંકાર કર્યો છે.
Was this story interesting?





