ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ગુજરાતીઓને ટ્રમ્પનો ઝાટકો, અમેરિકાએ નવા નિયમો જાહેર કર્યા
By BBC GujaratiMay 23, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ટ્રમ્પ વહીવટીતંત્રે ગ્રીન કાર્ડ અરજીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે કાયદેસર ઇમિગ્રેશન પરના સૌથી મોટા નિયંત્રણો પૈકી એક છે.
- આ નીતિ હેઠળ, મોટાભાગના અરજદારો હવે અમેરિકામાં રહીને કાયમી નિવાસ માટેની અરજીઓ પૂર્ણ કરી શકશે નહીં.
- તેમને તેમના મૂળ દેશમાં યુએસ દૂતાવાસમાંથી અરજી કરવી પડશે, જ્યારે અગાઉ ઘણા બિન-નિવાસીઓ "સ્ટેટસમાં બદલાવ" દ્વારા દેશ છોડ્યા વિના અરજી કરી શકતા હતા.
- યુએસસીઆઈએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પગલું ઇમિગ્રેશન સિસ્ટમને કાયદેસર રીતે કાર્યરત કરવા અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોને શોધવાની જરૂરિયાત ઘટાડવા માટે છે.
- જોકે, ઇમિગ્રેશન અધિકારીઓ અને નિષ્ણાતોએ આ નિર્ણયના દૂરગામી પરિણામોની ચેતવણી આપી છે.
ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે અમેરિકામાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે, જે હાલનાં વર્ષોમાં કાયદેસર ઇમિગ્રેશન પર કરવામાં આવેલું સૌથી મોટું નિયંત્રણ પૈકીનું એક માનવામાં આવે છે. યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી કે ગ્રીન કાર્ડ માટે મોટા ભાગના અરજદારોને હવે દેશમાં (અમેરિકામાં) તેમની અરજીઓ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. અમુક કિસ્સાઓમાં અધિકારીઓ પાસે વિવેકાધિકાર રહેશે, બધા ગ્રીન કાર્ડ અરજદારોએ તેમના મૂળ દેશમાંથી યુએસ દૂતાવાસમાં જઈને અરજીઓ કરવાની રહેશે. યુએસસીઆઇએસના પ્રવક્તા ઝેક કાહલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આ નીતિ આપણી ઇમિગ્રેશન સિસ્ટમને કાયદેસર રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે, ન કે તેમાં ખામીઓ પેદા કરે છે.
Was this story interesting?





