તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

By AbpMay 23, 2026 at 4:48 AM1 views
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે સેવા આપનાર તુલસી ગબાર્ડે તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે એક નોંધપાત્ર ઘટના છે.
  • તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ તેમના પતિ અબ્રાહમનું સ્વાસ્થ્ય છે, જેમનું હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપનું નિદાન થયું છે.
  • ગબાર્ડે સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના પતિની આગામી સારવાર અને પડકારજનક સમયમાં તેમની સાથે રહેવા અને તેમને ટેકો આપવા માટે જાહેર સેવામાંથી વિદાય લઈ રહ્યા છે.
  • તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન આ નિર્ણય વિશે જાણ કરી હતી, અને તેમનો છેલ્લો કાર્યકારી દિવસ 30 જૂન રહેવાની અપેક્ષા છે.
  • ગબાર્ડે રાજીનામા પત્રમાં રાષ્ટ્રપતિનો વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લા દોઢ વર્ષથી નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે સેવા આપવાની તક બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Tulsi Gabbard Resign: ડોનાલ્ડ ટ્રમ્પ કેબિનેટમાંથી તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું, તેમના રાજીનામાથી અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે. તુલસી ગેબાર્ડે કેબિનેટનો ભાગ હતી અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના પદ પર નિયુક્ત થઈ હતી. તુલસી ગેબાર્ડે પોતાના પતિના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય લીધો  હોવાનો રાજીનામા પત્રમાં ઉ્લ્લેખ કર્યો છે ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, તેના પતિ હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપ સામે લડી રહ્યા છે. તે તેમની સાથે રહેવા માટે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે રાજીનામું આપી રહી છે.

More To Read