લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
By AbpMarch 25, 2026 at 10:15 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને યુક્રેનને સતત હથિયારો પૂરા પાડવાના કારણે હવે ખુદ અમેરિકામાં મિસાઇલો અને રોકેટ ખૂટી પડ્યા હોવાની અટકળો તેજ બની ગઈ છે.
- ઈરાન સામેના યુદ્ધ વચ્ચે હથિયારોની અછતથી ચિંતિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો મોટો આદેશ આપ્યો છે.
- આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (અમેરિકન સંરક્ષણ વિભાગ) દ્વારા 4 મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ સાથે 3 નવા કરાર કરવામાં આવ્યા છે.
- એક તરફ અમેરિકા યુદ્ધના ધોરણે હથિયારો વધારી રહ્યું છે, તો બીજી તરફ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અને ત્યાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાના દાવા શરૂ કર્યા છે.
- જોકે, ઈરાને ટ્રમ્પના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને યુક્રેનને સતત હથિયારો પૂરા પાડવાના કારણે હવે ખુદ અમેરિકામાં મિસાઇલો અને રોકેટ ખૂટી પડ્યા હોવાની અટકળો તેજ બની ગઈ છે. ઈરાન સામેના યુદ્ધ વચ્ચે હથિયારોની અછતથી ચિંતિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો મોટો આદેશ આપ્યો છે. આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (અમેરિકન સંરક્ષણ વિભાગ) દ્વારા 4 મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ સાથે 3 નવા કરાર કરવામાં આવ્યા છે. એક તરફ અમેરિકા યુદ્ધના ધોરણે હથિયારો વધારી રહ્યું છે, તો બીજી તરફ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અને ત્યાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાના દાવા શરૂ કર્યા છે.
Was this story interesting?





