આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?

By AbpApril 12, 2026 at 11:27 PM0 views
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સીધી ધમકી આપી છે કે જો તે ઈરાનને લશ્કરી મદદ કરશે તો અમેરિકા ચીની સામાન પર 50% ટેરિફ લગાવશે.
  • ટ્રમ્પે ઈરાનને પણ ચેતવણી આપી છે કે જો કોઈ સમાધાન નહીં થાય તો તેઓ એક જ દિવસમાં ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખાનો નાશ કરી દેશે.
  • પાકિસ્તાનમાં થયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ આ ધમકીઓ આવી છે, જે પશ્ચિમ એશિયામાં ફરીથી તણાવ વધારી શકે છે.
  • CNN ના રિપોર્ટ મુજબ, ચીન આગામી અઠવાડિયામાં ઈરાનને લશ્કરી સાધનો અને એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
  • આ સંઘર્ષ હવે માત્ર યુદ્ધના મેદાન પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક વેપાર અને રાજનીતિ સુધી વિસ્તરી ચૂક્યો છે.

Trump China 50% Tariff:અત્યારે પશ્ચિમ એશિયામાં ભારે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ઈરાન બંનેને આકરા શબ્દોમાં ચેતવણી આપીને ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો આ યુદ્ધના માહોલમાં ચીન ઈરાનને કોઈ પણ પ્રકારની લશ્કરી મદદ કે હથિયારો આપશે, તો અમેરિકામાં આવતા ચીની સામાન પર 50% જેટલો તોતિંગ ટેક્સ (ટેરિફ) લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે ઈરાનને પણ ખુલ્લી ધમકી આપી છે કે જો કોઈ સમાધાન નહીં થાય તો તેઓ એક જ દિવસમાં ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખાને નષ્ટ કરી દેશે. ચીન પર 50% ટેરિફ લગાવવાની ચીમકી રવિવારે ફોક્સ ન્યૂઝના શો "સન્ડે મોર્નિંગ ફ્યુચર્સ વિથ મારિયા બાર્ટિરોમો" માં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સીધી જ ચેતવણી આપતા કહ્યું હતું કે, "જો આપણે તેમને (ચીનને) ઈરાનને હથિયાર આપતા પકડી પાડીશું, તો તેમના પર 50% ટેરિફ લાગશે.

More To Read

આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી? | Teri Meri Bat | TeriMeriBat News