હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના નાવિકના પરિવારજનોએ શું ફરિયાદ કરી?

By BBC GujaratiMay 18, 2026 at 12:00 AM7 views
હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના નાવિકના પરિવારજનોએ શું ફરિયાદ કરી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હોર્મુઝની સામુદ્રધુનીમાં થયેલા કથિત હુમલામાં ગુજરાતના એક નાવિકે જીવ ગુમાવ્યો અને ચાર અન્ય ઘાયલ થયા, જ્યારે તેમનું વહાણ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 મિનિટોમાં ડૂબી ગયું.
  • વહાણના માલિકે જણાવ્યું કે શક્તિશાળી હથિયારથી થયેલા હુમલાને કારણે તેમનું વહાણ સામાન્ય રીતે ડૂબવાને બદલે ભુક્કો થઈ ગયું.
  • અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ જોખમ ખેડીને વહાણને હોર્મુઝમાંથી પસાર કરાયું હતું, પરંતુ 8 મેના રોજ તેના પર હુમલો થયો.
  • દુબઈની હોસ્પિટલમાં મૃત્યુ પામેલા નાવિક અલ્તાફ કેરનો મૃતદેહ હજુ સુધી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો નથી, જે પરિવાર માટે ચિંતાનો વિષય છે.

અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ગુજરાતનાં બે વહાણ પર કથિત રીતે હુમલો થયો છે. 8 મેના રોજ સલાયાનું જ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની વહાણ દુબઈ બંદરેથી યમનના અલ મકલ્લા બંદરે જઈ રહ્યું હતું. ત્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કથિત રીતે હુમલો થતા તેના પર સવાર 18 નાવિકોમાંથી એકનું મોત થયું હતું અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.

More To Read