બુલેટ ટ્રેન : અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો

By BBC GujaratiJuly 18, 2026 at 12:00 AM0 views
બુલેટ ટ્રેન : અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાપાનના ભૂતપૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયા પર મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં વિલંબ થવા બદલ ભારતને જવાબદાર ઠેરવતી પોસ્ટ કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે.
  • જાપાનના ભૂતપૂર્વ અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી હિદેકી માકિહારા દ્વારા કરવામાં આવેલી ઉપરોક્ત ટિપ્પણીને ભારતના વિરોધ પક્ષોએ આવકારી છે, તો મોદી સરકાર દ્વારા તેને સખ્ત શબ્દોમાં વખોડી નાખવામાં આવી છે.
  • કૉંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને પક્ષના મીડિયા પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચૅરમૅન પવન ખેરાએ શુક્રવારે આ બાબતને શરમજનક ગણાવતાં કહ્યું હતું કે, ભારતની અત્યંત મહત્ત્વની વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારીનું એટલું કંગાળ રીતે સંચાલન કરવામાં આવ્યું છે કે, હવે વિદેશી અધિકારીઓ સુદ્ધાં સરકારના અસામર્થ્યની ટીકા કરવા માંડ્યા છે.
  • આ સમગ્ર મામલે ભારતે શુક્રવારે એવો ખુલાસો કર્યો હતો કે, ભારત અને જાપાન વચ્ચેનો સહયોગ સુપેરે પ્રગતિ સાધી રહ્યો છે અને બંને પક્ષો આ પ્રકલ્પનો પ્રથમ તબક્કો 2027માં શરૂ કરવા માટે સંમત થયા છે.
  • જાપાનના ભૂતપૂર્વ અર્થવ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી હિદેકી માકિહારા તેમના કાર્યકાળ દરમિયાન આ રેલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા.

જાપાનના ભૂતપૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયા પર મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં વિલંબ થવા બદલ ભારતને જવાબદાર ઠેરવતી પોસ્ટ કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. જાપાનના ભૂતપૂર્વ અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી હિદેકી માકિહારા દ્વારા કરવામાં આવેલી ઉપરોક્ત ટિપ્પણીને ભારતના વિરોધ પક્ષોએ આવકારી છે, તો મોદી સરકાર દ્વારા તેને સખ્ત શબ્દોમાં વખોડી નાખવામાં આવી છે. કૉંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને પક્ષના મીડિયા પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચૅરમૅન પવન ખેરાએ શુક્રવારે આ બાબતને શરમજનક ગણાવતાં કહ્યું હતું કે, ભારતની અત્યંત મહત્ત્વની વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારીનું એટલું કંગાળ રીતે સંચાલન કરવામાં આવ્યું છે કે, હવે વિદેશી અધિકારીઓ સુદ્ધાં સરકારના અસામર્થ્યની ટીકા કરવા માંડ્યા છે. આ સમગ્ર મામલે ભારતે શુક્રવારે એવો ખુલાસો કર્યો હતો કે, ભારત અને જાપાન વચ્ચેનો સહયોગ સુપેરે પ્રગતિ સાધી રહ્યો છે અને બંને પક્ષો આ પ્રકલ્પનો પ્રથમ તબક્કો 2027માં શરૂ કરવા માટે સંમત થયા છે.

More To Read

બુલેટ ટ્રેન : અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો | Teri Meri Bat | TeriMeriBat News