ટ્રમ્પની ડિનર પાર્ટીમાં જેણે હુમલો કર્યો તે 'સંદિગ્ધ હુમલાખોર' કોણ છે?
By BBC GujaratiApril 26, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમમાં ગોળીબાર થતાં સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડ્યા.
- પોલીસે 31 વર્ષીય કૉલ ટૉમસ ઍલન નામના સંદિગ્ધને કસ્ટડીમાં લીધો, જેની પાસેથી શૉટગન, હૅન્ડગન અને અનેક ચાકૂ મળ્યા.
- ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શર્ટ વગરના "સંદિગ્ધ હુમલાખોર"ની તસવીરો શેર કરી અને તેને "ખૂબ જ બીમાર માણસ" ગણાવ્યો.
- મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે ગોળીબાર સુરક્ષામાં કચાશ નહોતી, પરંતુ ચેકપૉઇન્ટે સફળતાપૂર્વક કામ કર્યું.
- અમેરિકન ઍટોર્નીએ સંદિગ્ધ સામે બે આરોપ લગાવ્યા છે અને તેને સોમવારે ફેડરલ કોર્ટમાં રજૂ કરાશે.
વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમ દરમિયાન થયેલી ગોળીબારની ઘટના પછી એક સંદિગ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ગોળીબારના અવાજો આવ્યા બાદ ભારે હથિયારો સાથે સજ્જ સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરી લીધા અને પછી તેમને તાત્કાલિક સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા.. આ પછી, ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર બે ફોટા શૅર કર્યા, જેમાં એકમાં એક શર્ટ વગરની વ્યક્તિ જમીન પર હાથ પાછળ બાંધીને પડેલી નજરે પડે છે. જેને "સંદિગ્ધ હુમલાખોર" માનવામાં આવે છે.
Was this story interesting?





