રેસમાં પલંગને લઈને આ લોકો કેમ દોડે છે?
By BBC GujaratiMay 12, 2026 at 12:00 AM5 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શ્રીલંકામાં દર વર્ષે યોજાતી અનોખી રેસમાં સ્પર્ધકો 35 કિલોનો લાકડાનો પલંગ 8 કિલોમીટર સુધી ઉંચકીને દોડે છે.
- કોલંબો નજીક પિલિયન્ડાલામાં સિંહાલા અને તમિલ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ રમતગમતનું આયોજન થાય છે.
- આ રેસ 1930થી ચાલી રહી છે અને ગામના લાકડાના કામકાજના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે.
- ભૂતકાળમાં ગામના લોકો લાકડાના પલંગ બનાવીને રોજગારી માટે દેશના અન્ય વિસ્તારોમાં જતા હતા, જે આ પરંપરાનું મૂળ છે.
શ્રીલંકામાં દર વર્ષે એક પરંપરાના ભાગ રુપે આ રેસ થાય છે જેમાં ભાગ લેનાર સ્પર્ધકો 35 કિલોનો લાકડાનો પલંગ ઉંચકીને આ રીતે 8 કિલોમીટર સુધી દોડે છે. કૉલંબો શહેરની સરહદે આવેલા પિલિયન્ડાલા વિસ્તારમાં સિંહાલા અને તામિલના નવા વર્ષની ઉજવણીના ભાગ રુપે લોકો ભેગા થઈને રમત ગમતમાં ભાગ લે છે. આ રેસના આયોજકો કહે છે કે 1930થી આ રેસ ચાલી રહી છે અને આ ગામનાં લાકડાંના કામકાજના લાંબા ઇતિહાસનું પ્રતિબિંબ પાડે છે. ભૂતકાળમાં અહીંથી ગામ લોકો આ લાકડાનો પલંગ બનાવીને દેશના અન્ય વિસ્તારોમાં રોજગારી માટે ગયા હોવાનું આ અહેવાલ કહે છે.
Was this story interesting?





