ચંદ્ર પર માનવીના બૂટનું નિશાન હજુ પણ લાખો વર્ષો સુધી એમનું એમ કેમ રહેશે?
By BBC GujaratiApril 21, 2026 at 12:00 AM6 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આર્ટેમિસ મિશન પરના અવકાશયાત્રીઓ દ્વારા પહેરવામાં આવતા મૂનબૂટ્સે તે પહેરનારનું મુશ્કેલ પ્રદેશ તથા વિષમ તાપમાન સામે રક્ષણ કરવું પડશે, પણ તેમની સૌથી યાદગાર ભૂમિકા તેમના દ્વારા છોડવામાં આવનારાં પદચિહ્નોની રહેશે
- તે એપોલો અવકાશ યુગનીકાયમી છબિઓપૈકીની એક છે - ચંદ્રની સપાટીની ભૂખરી, ધૂળભરી માટીમાં દબાયેલું એક છિછરું, એકલું-અટૂલું લંબચોરસ આકારનું નિશાન
- અવકાશયાત્રી બઝ એલ્ડ્રિનના બૂટના તળિયા દ્વારા રચાયેલી ચંદ્રની ધૂળની આડી રેખાઓ ત્યાં દેખાય છે
- હવે તે માનવીએ અન્ય વિશ્વ પર છોડેલાં શરૂઆતનાં પદચિહ્નો તરીકે તેમજ માનવ પ્રયાસના શક્તિશાળી પ્રતીક તરીકે ઓળખાય છે
- વાસ્તવમાં, તે નિશાન 1969 અને 1972ની વચ્ચેના ગાળામાં ચંદ્રની ધરતી પર પગ મૂકનારા 12 અવકાશયાત્રીઓ દ્વારા છોડવામાં આવેલાં પગલાંનાં સેંકડો નિશાનો પૈકીનું એક છે
આર્ટેમિસ મિશન પરના અવકાશયાત્રીઓ દ્વારા પહેરવામાં આવતા મૂનબૂટ્સે તે પહેરનારનું મુશ્કેલ પ્રદેશ તથા વિષમ તાપમાન સામે રક્ષણ કરવું પડશે, પણ તેમની સૌથી યાદગાર ભૂમિકા તેમના દ્વારા છોડવામાં આવનારાં પદચિહ્નોની રહેશે. તે એપોલો અવકાશ યુગનીકાયમી છબિઓપૈકીની એક છે - ચંદ્રની સપાટીની ભૂખરી, ધૂળભરી માટીમાં દબાયેલું એક છિછરું, એકલું-અટૂલું લંબચોરસ આકારનું નિશાન. અવકાશયાત્રી બઝ એલ્ડ્રિનના બૂટના તળિયા દ્વારા રચાયેલી ચંદ્રની ધૂળની આડી રેખાઓ ત્યાં દેખાય છે. હવે તે માનવીએ અન્ય વિશ્વ પર છોડેલાં શરૂઆતનાં પદચિહ્નો તરીકે તેમજ માનવ પ્રયાસના શક્તિશાળી પ્રતીક તરીકે ઓળખાય છે.
Was this story interesting?





