ઉત્તર કોરિયા : જેનાં પર પ્રતિબંધ છે એ કપડાં પહેરીને કિમ જોંગ ઉનનાં દીકરી કેમ ખુલ્લેઆમ ફરે છે?

By BBC GujaratiMay 2, 2026 at 12:00 AM5 views
ઉત્તર કોરિયા : જેનાં પર પ્રતિબંધ છે એ કપડાં પહેરીને કિમ જોંગ ઉનનાં દીકરી કેમ ખુલ્લેઆમ ફરે છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કિમ જોંગ ઉનની પુત્રી કિમ જુ એ ઉત્તર કોરિયામાં પ્રતિબંધિત વેસ્ટર્ન લક્ઝરી બ્રાન્ડ્સના કપડાં પહેરીને જાહેરમાં દેખાઈ રહી છે.",
  • નિષ્ણાતો માને છે કે જુ એની ફેશન પસંદગીઓ, જેમાં લેધર જેકેટ્સ અને ખાસ હેરસ્ટાઇલનો સમાવેશ થાય છે, તે દર્શાવે છે કે તેને તેના પિતાના અનુગામી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.",
  • ઉત્તર કોરિયાએ \"બાહ્ય સંસ્કૃતિ\" પર કડક નિયંત્રણો લાદ્યા હોવા છતાં, જુ એ અને તેની માતા રી સોલ જુ તેમના વિશેષાધિકારને કારણે ખુલ્લેઆ

ઉત્તર કોરિયામાં સમાજવાદ વિરોધી હોવાને કારણે પ્રતિબંધિત એવાં વેસ્ટર્ન લક્ઝરી ડિઝાઇનર બ્રાન્ડ્ઝ પહેરેલાં કિમ જોંગ ઉનનાં પુત્રીના વધુને વધુ ફોટા જોવા મળી રહ્યા છે. પણ લેધર જૅકેટ્સ, "રૂસ્ટર" જેવી હેરસ્ટાઇલ અને પારદર્શક બ્લાઉઝ સહિતની કિમ જુ એની ફૅશન તરુણાવસ્થાનો બળવો નહીં, બલકે એવું સૂચવે છે કે તેમને સર્વોચ્ચ નેતાનાં અનુગામી તરીકે તૈયાર કરાઈ રહ્યાં છે. અહેવાલ પ્રમાણે, 2013માં જન્મેલાં જુ એ સૌપ્રથમ નવેમ્બર, 2022માં તેમના પિતા સાથે એક વિશાળ આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલની સામે ફરતાં જોવા મળ્યાં હતાં - તે સમયે તેમણે લાંબા વાળ પાછળ બાંધેલા હતા. કાળા ટ્રાઉઝર અને સફેદ પેડેડ જૅકેટમાં તેઓ પ્રભાવશાળી જણાતાં હતાં.

More To Read

ઉત્તર કોરિયા : જેનાં પર પ્રતિબંધ છે એ કપડાં પહેરીને કિમ જોંગ ઉનનાં દીકરી કેમ ખુલ્લેઆમ ફરે છે? | Teri Meri Bat | TeriMeriBat News