ક્રૂડઑઇલના ભાવો આટલા ઓછા થયા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટતા કેમ નથી?

By BBC GujaratiJune 29, 2026 at 12:00 AM0 views
ક્રૂડઑઇલના ભાવો આટલા ઓછા થયા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટતા કેમ નથી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ ઈરાન યુદ્ધ પૂર્વેના સ્તરે, એટલે કે $72 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, અને બજાર નિષ્ણાતો વધુ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે.
  • જોકે, વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઑઇલ આયાતકાર એવા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.
  • અગાઉ, આંતરરાષ્ટ્રીય ભાવ વધતા સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સ્થાનિક ભાવો સ્થિર રાખ્યા હતા.
  • હાલમાં, જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ પેટ્રોલના વેચાણ પર નફો કમાઈ રહી છે, પરંતુ ડીઝલ પર હજુ પણ થોડી ખોટ ભોગવી રહી છે.
  • બજાર વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ભારતીય ગ્રાહકો સુધી પહોંચવામાં બેથી અઢી મહિનાનો સમય લાગી શકે છે.

ઑઇલના ભાવ ફરી ઈરાન યુદ્ધ શરૂ થયું, તે પૂર્વેના સ્તરે પહોંચી ગયા છે અને એવું મનાઈ રહ્યું છે કે, તેના કારણે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઑઇલના આયાતકર્તા દેશ એવા ભારતને મોટાપાયે આર્થિક રાહત પહોંચી શકે છે. ગત ગુરુવારના રોજ વૈશ્વિક બૅન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ થોડા સમય માટે ઘટીને72. 48 ડૉલર પ્રતિ બેરલની નીચે ગયું હતું. આ સ્તર અમેરિકા તથા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, તેના આગલા દિવસે - 28મી ફેબ્રુઆરીના રોજ નોંધાયેલા સ્તરને સમાન હતું.

More To Read