48 કલાકમાં ઈરાન પર વિનાશ વેરશે અમેરિકા? ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ફરી ધમકી આપી, કહ્યું - ‘તમે પાગલ...’
By AbpApril 5, 2026 at 6:49 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નાકાબંધી કરી દેવાતા વૈશ્વિક સ્તરે મોટો ખળભળાટ મચી ગયો છે.
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આ જળમાર્ગ ખોલવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે ધીમે ધીમે પૂરું થઈ રહ્યું છે.
- ડેડલાઈન નજીક આવતા જ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
- તેમણે જાહેરમાં ઈરાનને ધમકાવતા કહ્યું છે કે જો આ રસ્તો નહીં ખોલવામાં આવે તો અમેરિકા તેમના દેશમાં ભારે તબાહી મચાવશે અને તેમના પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેશે.
- ઈરાનના આ એકતરફી પગલાથી માત્ર અમેરિકા જ નહીં, પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકા સહિત એશિયા અને યુરોપના અનેક દેશોમાં તેલનું ભારે સંકટ ઊભું થઈ ગયું છે.
ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નાકાબંધી કરી દેવાતા વૈશ્વિક સ્તરે મોટો ખળભળાટ મચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આ જળમાર્ગ ખોલવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે ધીમે ધીમે પૂરું થઈ રહ્યું છે. ડેડલાઈન નજીક આવતા જ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તેમણે જાહેરમાં ઈરાનને ધમકાવતા કહ્યું છે કે જો આ રસ્તો નહીં ખોલવામાં આવે તો અમેરિકા તેમના દેશમાં ભારે તબાહી મચાવશે અને તેમના પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેશે.
Was this story interesting?





