વિશ્વના કેટલાક ધનકુબેરોએ ક્રિપ્ટોકરન્સીથી ચાલતો સ્વઘોષિત દેશ બનાવ્યો, કેવો છે અને ક્યાં આવેલો છે આ દેશ?
By BBC GujaratiJuly 17, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ડેન્યુબ નદી કિનારે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચે સ્થિત, ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ એક સ્વઘોષિત લઘુરાષ્ટ્ર છે, જેની સ્થાપના વિટ જેડલિકાએ સાચા અર્થમાં મુક્તતાવાદી, ડિજિટલ દેશ બનાવવાના આશય સાથે કરી હતી.
- ભૌતિક રીતે એક સાદા પૂરના મેદાન જેવું હોવા છતાં, તેનું વર્ચ્યુઅલ વર્ઝન ભવ્ય, ભવિષ્યવાદી માળખાં દર્શાવે છે.
- આ માઇક્રોનેશન ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગના અબજોપતિઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેમાં ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાયના પ્રારંભિક રોકાણકાર અને લિબરલૅન્ડના વડા પ્રધાન જસ્ટિન સનનો પણ સમાવેશ થાય છે.
- લિબરલૅન્ડની શાસન પ્રણાલી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે, જ્યાં નાગરિકો ડિજિટલ ટોકન "મેરિટ્સ" દ્વારા કાયદાઓ પર મતદાન કરે છે.
- આ મેરિટ્સ ખરીદી શકાય છે, જેનો અર્થ એ થાય છે કે વધુ સંપત્તિ ધરાવતા લોકો દેશના નેતૃત્વ અને નીતિઓ પર વધુ પ્રભાવ ધરાવે છે.
હોડીમાંથી જોતાં ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ કંઈ એવું ખાસ દેખાતું નથી. તમે કલ્પ્યું પણ નહીં હોય કે, આ સપાટ, ડેન્યુબ નદીના કિનારે એલ્ડરનાં વૃક્ષો, તંબુઓ અને ટ્રીહાઉસથી ઘેરાયેલું પૂરનું મેદાન વિશ્વના કેટલાક ધનકુબેરો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાયના સૌથી મોટા પ્રારંભિક રોકાણકારનો પણ સમાવેશ થાય છે. તેનાથી સાવ ઊલટું, ઝાહા હદીદની ઝેડએચએ આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું લિબરલૅન્ડનું જે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન અત્યારે મને બતાવવામાં આવી રહ્યું છે, તેમાં ચળકતા ટાવર, તરતા પબ્લિક પાર્ક અને ગુરુત્વાકર્ષણને પડકારતા વૉટર ફીચર્સ દેખાય છે. આ વર્ઝન મને બતાવનારી વ્યક્તિ છે વિટ જેડલિકા, જેઓ લિબરલૅન્ડના રાષ્ટ્રપતિ છે.
Was this story interesting?





