શું વર્લ્ડ વોર 3ની તૈયારી? આ દેશે 17 થી 45 વર્ષના પુરુષોના દેશ છોડવા પર મૂક્યો મોટો પ્રતિબંધ!
By AbpApril 4, 2026 at 10:08 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે જર્મનીએ એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે.
- સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, જર્મન સરકારે 17 થી 45 વર્ષની ઉંમરના પુરુષોના વિદેશ પ્રવાસ પર કડક નિયંત્રણો મૂકી દીધા છે.
- નવા નિયમ હેઠળ, જો આ ઉંમરના કોઈપણ પુરુષે 3 મહિનાથી વધુ સમય માટે દેશની બહાર જવું હશે, તો તેણે ફરજિયાતપણે જર્મન સેના પાસેથી મંજૂરી લેવી પડશે.
- આ ઐતિહાસિક પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે જર્મની પોતાની લશ્કરી તાકાત વધારવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે અને ભવિષ્યની સુરક્ષા માટે યુવાનોને તૈયાર કરી રહ્યું છે.
- 1 જાન્યુઆરી 2026 થી નવો નિયમ લાગુ જર્મન સરકારની આ નવી સિસ્ટમ મુજબ, ભણવા માટે, નોકરી માટે કે અન્ય કોઈપણ કારણસર 3 મહિનાથી વધુ સમય માટે વિદેશ જવા માંગતા 17 થી 45 વર્ષના પુરુષોએ હવે જર્મન આર્મી (જેને સ્થાનિક ભાષામાં 'બુન્ડેસ્વેહર' કહેવાય છે) ના કરિયર સેન્ટરનો સંપર્ક કરીને ઔપચારિક પરવાનગી લેવી પડશે.
પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે જર્મનીએ એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, જર્મન સરકારે 17 થી 45 વર્ષની ઉંમરના પુરુષોના વિદેશ પ્રવાસ પર કડક નિયંત્રણો મૂકી દીધા છે. નવા નિયમ હેઠળ, જો આ ઉંમરના કોઈપણ પુરુષે 3 મહિનાથી વધુ સમય માટે દેશની બહાર જવું હશે, તો તેણે ફરજિયાતપણે જર્મન સેના પાસેથી મંજૂરી લેવી પડશે. આ ઐતિહાસિક પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે જર્મની પોતાની લશ્કરી તાકાત વધારવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે અને ભવિષ્યની સુરક્ષા માટે યુવાનોને તૈયાર કરી રહ્યું છે.
Was this story interesting?





