ગુજરાત : એક મૃતદેહ સાથે 17 માણસોએ દરિયામાં 10 કલાક મોત સામે કેવી લડાઈ લડી?

Photo: BBC Gujarati
- અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. વહાણના માલિકના કહેવા અનુસાર વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલ હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતા તેનો "ભુક્કો" બોલી ગયો હતો. વહાણ તૂટી પડતાં તેના પર સવાર 18 નાવિકો દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે તેમાંથી પાંચને હુમલા દરમિયાન પહેલાથી જ ગંભીર ઈજાઓ થઈ હતી અને મદદ મળવામાં લાંબો સમય લાગી જતા તેમાંથી અલ્તાફ કેર નામના એક નાવિકનું મૃત્યુ થઈ ગયું છે તેમ વહાણના માલિક જણાવે છે.
Was this story interesting?





.webp)