ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ગુજરાતીઓને ટ્રમ્પનો ઝાટકો, અમેરિકાએ નવા નિયમો જાહેર કર્યા
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે અમેરિકામાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે, જે હાલનાં વર્ષોમાં કાયદેસર ઇમિગ્રેશન પર કરવામાં આવેલું સૌથી મોટું નિયંત્રણ પૈકીનું એક માનવામાં આવે છે.
- યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી કે ગ્રીન કાર્ડ માટે મોટા ભાગના અરજદારોને હવે દેશમાં (અમેરિકામાં) તેમની અરજીઓ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.
- અમુક કિસ્સાઓમાં અધિકારીઓ પાસે વિવેકાધિકાર રહેશે, બધા ગ્રીન કાર્ડ અરજદારોએ તેમના મૂળ દેશમાંથી યુએસ દૂતાવાસમાં જઈને અરજીઓ કરવાની રહેશે.
- યુએસસીઆઇએસના પ્રવક્તા ઝેક કાહલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આ નીતિ આપણી ઇમિગ્રેશન સિસ્ટમને કાયદેસર રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે, ન કે તેમાં ખામીઓ પેદા કરે છે.
- જ્યારે વિદેશી નાગરિકો તેમના ગૃહ-વતનમાંથી રહેઠાણ માટે અરજી કરે છે, ત્યારે એવા લોકોને શોધવા અને બહાર કાઢવાની જરૂરિયાત ઘટાડે છે, જેઓ નિવાસ મળ્યું ન હોવા છતાં પણ ગેરકાયદેસર અમેરિકામાં રહેવાનું પસંદ કરે છે." સક્રિય અને નિવૃત્ત ઇમિગ્રેશન અધિકારીઓ બંનેએ બીબીસીના યુએસ ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે શુક્રવારે જારી કરાયેલા આ આદેશનાં દૂરગામી પરિણામો આવવાની શક્યતા છે.
ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે અમેરિકામાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે, જે હાલનાં વર્ષોમાં કાયદેસર ઇમિગ્રેશન પર કરવામાં આવેલું સૌથી મોટું નિયંત્રણ પૈકીનું એક માનવામાં આવે છે. યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી કે ગ્રીન કાર્ડ માટે મોટા ભાગના અરજદારોને હવે દેશમાં (અમેરિકામાં) તેમની અરજીઓ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. અમુક કિસ્સાઓમાં અધિકારીઓ પાસે વિવેકાધિકાર રહેશે, બધા ગ્રીન કાર્ડ અરજદારોએ તેમના મૂળ દેશમાંથી યુએસ દૂતાવાસમાં જઈને અરજીઓ કરવાની રહેશે. યુએસસીઆઇએસના પ્રવક્તા ઝેક કાહલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આ નીતિ આપણી ઇમિગ્રેશન સિસ્ટમને કાયદેસર રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે, ન કે તેમાં ખામીઓ પેદા કરે છે.
Was this story interesting?





