લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ 'મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી ઉર્દૂમાં રામાયણ-મહાભારતનો અનુવાદ થાય'
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- "સંસ્કૃત ભાષા દક્ષિણ એશિયાનો સામાન્ય વારસો છે અને તેને આધુનિક વિશ્વની રાષ્ટ્રીય સરહદોના વિભાજનમાં જકડી રાખવી એ મોટો અન્યાય છે." આ શબ્દો છે લાહોરમાં સંસ્કૃત ભણાવનારા શિક્ષક ડૉક્ટર શાહિદ રશીદના.
- લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમેન્ટ સાયન્સિઝ (એલયુએમએસ) ખાતે જર્મન સેન્ટર ફૉર લૅંગ્વેજ ઍન્ડ લિટરેચરે ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો હતો.
- આ સમાચારને કારણે પાકિસ્તાન અને ભારત, બંને દેશોના લોકોમાં આશ્ચર્ય અને અચરજનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે, ભાગલા પડ્યા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે, સંસ્કૃત ભાષા પાકિસ્તાનના યુનિવર્સિટી સ્તરના શિક્ષણનો ભાગ બની હોય.
- બીબીસી સાથે વાત કરતાં પ્રોફેસર શાહિદ રશીદે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં મુસ્લિમ પૃષ્ઠભૂમિ ધરાવનારી વ્યક્તિના સંસ્કૃત તરફ વળવાથી ઘણા લોકોને નવાઈ લાગી હતી.
- "સ્વીકાર્યતાની સાથે કેટલાક લોકોએ એવું પણ વિચાર્યું કે, તે સમયનો વ્યય છે અને તેનાથી કોઈ સાંસારિક કે ધાર્મિક ફાયદો થવાનો નથી." ભારત તરફથી મળેલા પ્રતિસાદ પર સ્મિત ફરકાવીને તેમણે કહ્યું હતું, "કેટલાક લોકોએ કહ્યું કે, આ બધું જૂઠ્ઠું છે કે પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બનાવવામાં આવ્યું છે, કારણ કે, તેમને લાગતું હતું કે, પાકિસ્તાનમાં આવું કંઈ થઈ જ ન શકે.
"સંસ્કૃત ભાષા દક્ષિણ એશિયાનો સામાન્ય વારસો છે અને તેને આધુનિક વિશ્વની રાષ્ટ્રીય સરહદોના વિભાજનમાં જકડી રાખવી એ મોટો અન્યાય છે. " આ શબ્દો છે લાહોરમાં સંસ્કૃત ભણાવનારા શિક્ષક ડૉક્ટર શાહિદ રશીદના. લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમેન્ટ સાયન્સિઝ (એલયુએમએસ) ખાતે જર્મન સેન્ટર ફૉર લૅંગ્વેજ ઍન્ડ લિટરેચરે ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો હતો. આ સમાચારને કારણે પાકિસ્તાન અને ભારત, બંને દેશોના લોકોમાં આશ્ચર્ય અને અચરજનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે, ભાગલા પડ્યા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે, સંસ્કૃત ભાષા પાકિસ્તાનના યુનિવર્સિટી સ્તરના શિક્ષણનો ભાગ બની હોય.
Was this story interesting?





