હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના નાવિકના પરિવારજનોએ શું ફરિયાદ કરી?

By BBC Gujarati
હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના નાવિકના પરિવારજનોએ શું ફરિયાદ કરી?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • હોર્મુઝની સામુદ્રધુનીમાં થયેલા કથિત હુમલામાં ગુજરાતના એક નાવિકે જીવ ગુમાવ્યો અને ચાર અન્ય ઘાયલ થયા, જ્યારે તેમનું વહાણ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 મિનિટોમાં ડૂબી ગયું.

અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ગુજરાતનાં બે વહાણ પર કથિત રીતે હુમલો થયો છે. 8 મેના રોજ સલાયાનું જ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની વહાણ દુબઈ બંદરેથી યમનના અલ મકલ્લા બંદરે જઈ રહ્યું હતું. ત્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કથિત રીતે હુમલો થતા તેના પર સવાર 18 નાવિકોમાંથી એકનું મોત થયું હતું અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.

More To Read