SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

By AbpSeptember 30, 2026 at 12:13 PM
SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 1 ઓક્ટોબર, 2026 થી તેના ATM વ્યવહારોના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂકવા જઈ રહી છે, જે બચત અને પગાર ખાતાધારકો બંનેને અસર કરશે.
  • આ નવા નિયમો નિયમિતપણે રોકડ ઉપાડ કરતા અને અન્ય બેંકોના ATM નો ઉપયોગ કરતા ગ્રાહકોના માસિક ખર્ચમાં વધારો કરશે.
  • બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાધારકો માટે, બેંક દર મહિને ચાર મફત ATM ઉપાડની સુવિધા ચાલુ રાખશે.
  • જોકે, આ મર્યાદા પૂર્ણ થયા પછી, પાંચમા ઉપાડથી શરૂ કરીને દરેક રોકડ ઉપાડ પર ₹15 વત્તા લાગુ પડતો GST ચાર્જ વસૂલવામાં આવશે.
  • આનાથી નાના અને વારંવારના ઉપાડ કરતા ગ્રાહકોએ તેમના રોકડ વ્યવહારોનું વધુ કાળજીપૂર્વક આયોજન કરવું પડશે.

SBI ATM rules change:જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બચત ખાતું કે પગાર ખાતું (Salary Account) છે, તો તમારા માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક આવતીકાલ એટલે કે 1 ઓક્ટોબર, 2026 થી પોતાના એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમો લાગુ થવાથી નિયમિતપણે રોકડ ઉપાડ કરતા અને અન્ય બેંકોના એટીએમ મશીનનો ઉપયોગ કરતા ખાતાધારકોના માસિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. બેંકે બેઝિક સેવિંગ્સ ખાતા તેમજ સેલરી ખાતાધારકો બંને માટે ચાર્જ અને વ્યવહારની મર્યાદામાં સંશોધન કર્યું છે.

More To Read