'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
By AbpMay 22, 2026

Photo: Abp
AI Key Highlights
- ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
- કચ્છના માંડવીમાં યોજાયેલા 'શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવ' દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ વિશે ટિપ્પણી કરી હતી.
- તેમણે પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજને શ્રેષ્ઠ ગણાવ્યો હતો, પરંતુ સાથે જ કહ્યું કે, "જો બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને પેટ માટે ભીખ માંગતો હોય, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય." આ નિવેદન સમયે માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે સહિત 1400 બ્રાહ્મણો ઉપસ્થિત હતા.
- સૂર્યપ્રકાશ સ્વામીના આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં જ બ્રહ્મસમાજના સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો અને માફીની માંગણી કરવામાં આવી.
- કાર્યક્રમમાં હાજર અનિરૂદ્ધ દવેએ તરત જ સ્ટેજ પરથી જવાબ આપતાં સ્પષ્ટ કર્યું કે બ્રાહ્મણ કદી ભીખ ન માંગે, પરંતુ દાન સ્વીકારે છે.
ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
Was this story interesting?





