અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
By Abp

Photo: Abp
Amreli Lathi highway accident news:અમરેલી જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર રાતના સમયે એક ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે બહુ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો કારનો સાવ બુકડો બોલી ગયો હતો અને તેમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે.
Was this story interesting?





