બ્યુટી ક્લિનિક્સ પર સકંજો: સ્કીન વ્હાઇટનિંગ ઇન્જેક્શનના નામે ચાલતો કાળો કારોબાર બંધ કરાવવા સરકારનો આદેશ
By Gujju Media

Photo: Gujju Media
ગ્લોઇંગ સ્કીનના નામે ઇન્જેક્શનનો ખતરનાક ખેલ: કેન્દ્ર સરકારની બ્યુટી ક્લિનિકો પર લાલ આંખ, ભ્રામક દાવા કરનારાઓ સામે કડક કાર્યવાહી આજના આધુનિક યુગમાં સુંદર દેખાવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે લોકો પોતાના શરીર સાથે ગમે તેવા પ્રયોગો કરવા તૈયાર થઈ જાય છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ઇન્સ્ટન્ટ ગ્લો (ત્વરિત ચમક) અને એન્ટી-એજિંગ (યુવાન દેખાવું) માટે બ્યુટી ક્લિનિકોમાં જવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. પરંતુ, આ ચમક પાછળ છુપાયેલા જોખમો પર હવે કેન્દ્ર સરકારે ત્રાટકવાનું શરૂ કર્યું છે. બ્યુટી ક્લિનિકોમાં સ્કીન ગ્લો અને ગોરા થવાના નામે આપવામાં આવતા વિવિધ ઇન્જેક્શન આધારિત બ્યુટી ટ્રીટમેન્ટ્સ પર કેન્દ્ર સરકારે કડક પ્રતિબંધાત્મક પગલાં લીધા છે.
Was this story interesting?




