2KW સોલર પેનલ મહિનામાં કેટલી વીજળી કરી શકે ઉત્પન્ન, જાણો કેટલી થશે બચત?

By AbpSeptember 15, 2026 at 9:27 AM
2KW સોલર પેનલ મહિનામાં કેટલી વીજળી કરી શકે ઉત્પન્ન, જાણો કેટલી થશે બચત?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • વધતા વીજળીના બિલને કારણે ઘણા લોકો હવે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છે, અને 2kW સોલાર સિસ્ટમ ઘરગથ્થુ જરૂરિયાતો માટે એક સારો વિકલ્પ બની શકે છે.
  • ભારતમાં, સૂર્યપ્રકાશ અને હવામાનની સ્થિતિના આધારે, 2kW ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમ સામાન્ય રીતે દરરોજ 7 થી 9 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે માસિક 210 થી 270 યુનિટ જેટલી થાય છે.
  • આનાથી વાર્ષિક ₹20,000 સુધીની વીજળી બચત શક્ય બની શકે છે, જે વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
  • ઓન-ગ્રીડ સિસ્ટમ દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો ઉપયોગ ઘરના ઉપકરણો ચલાવવા માટે કરે છે.
  • જો વધારાની વીજળી ઉત્પન્ન થાય, તો તેને નેટ બિલિંગ નિયમો હેઠળ વીજળી ગ્રીડમાં પાછી મોકલવામાં આવે છે, જેનાથી ગ્રાહકને ફાયદો થાય છે.

2kw solar panel :વધતા વીજળીના બિલને લઈ દરેક વ્યક્તિ હવે પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છે. આનાથી સોલાર પેનલ વિશે ઘણા પ્રશ્નો ઉભા થાય છે જેમાં તેમના ઘર માટે કયું સોલાર પેનલ શ્રેષ્ઠ રહેશે અને તે કેટલી બચત આપશે તે શામેલ છે. જો તમારું ઘર ફક્ત ઘરેલું જરૂરિયાતો માટે વીજળીનો ઉપયોગ કરે છે તો 2kW સોલાર પેનલ એક સારો વિકલ્પ છે. જો કે સોલાર પેનલ લગાવતા પહેલા તે સમજવું મહત્વપૂર્ણ છે કે તે કેટલી વીજળી ઉત્પન્ન કરે છે અને કેટલી બચત કરશે.

More To Read