Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

By AbpSeptember 22, 2026 at 10:50 AM
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ ગ્રાહકોના હિતમાં 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન્સ રેગ્યુલેશન્સ 2026' નામથી નવા નિયમો જાહેર કર્યા છે, જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાના 30 દિવસ પછી અમલમાં આવશે.
  • આ નિયમો Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓ માટે ફરજિયાત છે અને તેનાથી મોબાઈલ રિચાર્જ સસ્તા થવાની શક્યતા છે.
  • મુખ્ય ફેરફારોમાં એક એ છે કે જો કોઈ કંપની વોઈસ, SMS અને ડેટા સાથેનો સંયુક્ત પ્લાન ઓફર કરે છે, તો તેણે તે જ સમયગાળા માટે માત્ર વોઈસ અને SMS વાળો (ડેટા-ફ્રી) પ્લાન પણ ગ્રાહકોને વિકલ્પ તરીકે આપવો પડશે.
  • TRAI એ સ્પષ્ટ કર્યું છે કે આ ડેટા-ફ્રી પ્લાનની કિંમત ડેટાવાળા પ્લાન કરતાં વાજબી રીતે ઓછી રાખવી પડશે.
  • આ ઉપરાંત, ગ્રાહકોને 28-દિવસના રિચાર્જ ચક્રમાંથી મુક્તિ મળશે.

TRAI new recharge rules:આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની એ મોટી ફરિયાદ રહી છે કે મોબાઈલ રિચાર્જ પ્લાનમાં બિનજરૂરી ડેટા માટે પણ તેમણે પરાણે પૈસા ચૂકવવા પડે છે. જો તમે માત્ર કોલિંગ અને SMS માટે જ ફોનનો ઉપયોગ કરો છો અને ઇન્ટરનેટ વાપરતા નથી, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ કંપનીઓ માટે એક નવો અને કડક નિયમ લાગુ કર્યો છે, જેનાથી Jio, Airtel અને Vi જેવી કંપનીઓએ હવે ડેટા-ફ્રી પ્લાન ફરજિયાતપણે ગ્રાહકોને આપવા પડશે.

More To Read

Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ | Teri Meri Bat | TeriMeriBat News