28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ

By AbpSeptember 27, 2026 at 6:06 PM
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બેંક ગ્રાહકો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે કે 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત દેશવ્યાપી બેંક હડતાળ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
  • ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે રવિવારે મોડી રાત્રે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
  • આ ઉચ્ચ-સ્તરીય મંત્રણામાં બેંકિંગ ક્ષેત્રના સુધારા અને કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ચર્ચા થઈ હતી.
  • યુનિયનોની મુખ્ય માંગણી, અઠવાડિયામાં પાંચ દિવસની બેંકિંગ કામગીરી (શનિવાર અને રવિવારની રજા) અંગે, IBA અને UFBU ના સભ્યોની બનેલી એક સંયુક્ત સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
  • આ સમિતિ 5 દિવસના સપ્તાહ અંગેના તમામ પાસાઓ પર વિચારણા કરશે અને ગ્રાહકોને અસુવિધા ન થાય તેવો ઉકેલ શોધશે.

bank strike postponed:સામાન્ય જનતા અને બેંકના ગ્રાહકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન જે 3 દિવસની સળંગ બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, તેને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે યોજાએલી એક મહત્વપૂર્ણ બેઠક બાદ આ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે IBA અને બેંક યુનિયનોના સંગઠન UFBU ના પ્રતિનિધિઓ વચ્ચે હડતાળના મુદ્દે એક વિશેષ બેઠક યોજાઈ હતી.

More To Read