ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો

By AbpSeptember 29, 2026 at 1:52 PM
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની લાંબી અને વૈવિધ્યસભર રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે શરૂ થઈ હતી.
  • સંઘ અને ભાજપ સંગઠનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં કટોકટીના સમયગાળા દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો.
  • 1977માં કપડવંજ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ, તેમણે રાજ્યસભા (1984-1989) અને લોકસભા (ગાંધીનગર 1989, ગોધરા 1991, કપડવંજ 1999, 2004) બંનેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
  • 1980 થી 1991 દરમિયાન પ્રદેશ ભાજપના મહાસચિવ તરીકે તેમણે સંગઠનને મજબૂત કરવામાં ફાળો આપ્યો.
  • 1995માં ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રી પદને લઈને આંતરિક મતભેદો સર્જાતા, વાઘેલાએ પક્ષ છોડીને 1996માં રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP)ની સ્થાપના કરી.

શંકરસિંહ વાઘેલા એટલે કે  ગુજરાતની રાજનીતિના ‘બાપુ’  ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. ‘બાપુ’ના  નામથી જાણીતા શંકરસિંહ RSS અને ભાજપ સંગઠન સાથેની શરૂઆતથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય કાપડ મંત્રી, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દીમાં ભાજપથી અલગ થવું, રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના, કોંગ્રેસમાં જોડાણ અને ત્યારબાદ અલગ-અલગ રાજકીય પક્ષોની રચના જેવા અનેક તબક્કા જોવા મળે છે. શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ, 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો.

More To Read