ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

By AbpSeptember 30, 2026 at 11:06 AM
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાંથી ચોમાસાની ઔપચારિક વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેમ છતાં 30 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને આસપાસના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો.
  • બપોર બાદ આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને માત્ર 20 મિનિટમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ.
  • ભાદરવા મહિનાના પ્રારંભિક વરસાદ પછી લાંબા સમયથી સૂકા વાતાવરણનો અનુભવ કરી રહેલા ખેડૂતો માટે, હાથિયા નક્ષત્રના અંતિમ તબક્કામાં આવેલો આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે.
  • મગફળી, કપાસ, સોયાબીન, શેરડી અને શાકભાજી જેવા ઊભા પાકને પિયત આપવાની તૈયારી કરી રહેલા ધરતીપુત્રોને આ વરસાદથી અમૃત સમાન જીવતદાન મળ્યું છે.
  • આનાથી તેમને પિયત પાછળ થતો મોટો ખર્ચ બચી ગયો છે અને પાકને નવજીવન મળ્યું છે.

Gujarat weather forecast:રાજ્યમાંથી ચોમાસું ઔપચારિક રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે 30 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ તાલાલા શહેર તેમજ આસપાસના ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે 3:30 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.

More To Read