ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

Photo: Abp
- Gujarat ESIC Scheme Expansion:ગુજરાત સરકારે એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, રાજ્યભરના 8 થી 10 લાખ નવા શ્રમિકોને સામાજિક સુરક્ષા કવચ આપવા માટે ESIC યોજના તમામ 31 જિલ્લામાં લાગુ કરાશે.
- આ સાથે જ હવે ગુજરાતમાં ESIC હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓનું નેટવર્ક વધુ મજબૂત થશે ગુજરાત સરકારે રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોની સામાજિક તેમજ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 1 ઓક્ટોબર, 2026થી સમગ્ર રાજ્યમાં ESIC (કર્મચારી રાજ્ય વીમા યોજના)નું વિસ્તૃત અમલીકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
- આ નીતિગત નિર્ણયથી રાજ્યના તમામ 31 જિલ્લાઓ આવરી લેવાશે, જેનાથી 8 થી 10 લાખ નવા શ્રમિકોને સીધો સ્વાસ્થ્ય લાભ મળશે.
- આ વ્યાપક યોજના હેઠળ હાલ અંશતઃ અમલીકરણ ધરાવતા 16 જિલ્લાઓ અને બિલકુલ અમલવારી ન ધરાવતા 15 જિલ્લાઓને પૂર્ણપણે સાંકળી લેવાશે.
- શ્રમિકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ મળે તે માટે હાલ કાર્યરત 103 ESIC ડિસ્પેન્સરીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે.
Gujarat ESIC Scheme Expansion:ગુજરાત સરકારે એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, રાજ્યભરના 8 થી 10 લાખ નવા શ્રમિકોને સામાજિક સુરક્ષા કવચ આપવા માટે ESIC યોજના તમામ 31 જિલ્લામાં લાગુ કરાશે. આ સાથે જ હવે ગુજરાતમાં ESIC હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓનું નેટવર્ક વધુ મજબૂત થશે ગુજરાત સરકારે રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોની સામાજિક તેમજ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 1 ઓક્ટોબર, 2026થી સમગ્ર રાજ્યમાં ESIC (કર્મચારી રાજ્ય વીમા યોજના)નું વિસ્તૃત અમલીકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નીતિગત નિર્ણયથી રાજ્યના તમામ 31 જિલ્લાઓ આવરી લેવાશે, જેનાથી 8 થી 10 લાખ નવા શ્રમિકોને સીધો સ્વાસ્થ્ય લાભ મળશે. આ વ્યાપક યોજના હેઠળ હાલ અંશતઃ અમલીકરણ ધરાવતા 16 જિલ્લાઓ અને બિલકુલ અમલવારી ન ધરાવતા 15 જિલ્લાઓને પૂર્ણપણે સાંકળી લેવાશે.
Was this story interesting?





