હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

By indian expressSeptember 21, 2026 at 8:00 PM
હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હિંમતનગર નજીક તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જઈ રહેલા યાત્રાળુઓના સંઘ પર એક પુરઝડપે આવતી સ્કોર્પિયો કાર ફરી વળતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
  • આ દુર્ઘટનામાં પાંચથી સાત જેટલા પદયાત્રીઓ કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
  • અકસ્માત સર્જીને કાર ચાલકે ઘટનાસ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા, આસપાસના સ્થાનિકો અને અન્ય યાત્રાળુઓનું ટોળું ભારે ઉશ્કેરાઈ ગયું હતું.
  • લોકોના પ્રચંડ રોષને કારણે તેમણે કારને ઘેરીને રોકી લીધી અને ગુસ્સામાં તેને સ્થળ પર જ આગ ચાંપી દીધી હતી, જેના પરિણામે કાર ભડભડ સળગી ઉઠી હતી.
  • ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા, ડીવાયએસપી, ગ્રામ્ય પોલીસ, બી ડિવિઝન તેમજ એલસીબી સહિતનો વિશાળ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

Ambaji Padyatri accident Himatnagar Scorpio car fire: હિંમતનગર પાસે અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ ટક્કર મારતા 5-7 લોકોને અડફેટે લીધા, વિફરેલા ટોળાએ કાર સળગાવી દીધી. હિંમતનગર પાસે પદયાત્રી અકસ્માત બાદ સળગાવાયેલી સ્કોર્પિયો કાર Photograph: (સોશિયલ મીડિયા) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા સંઘના પદયાત્રીઓ પર એક પુરઝડપે આવતી સ્કોર્પિયો કાર ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં 5 થી 7 પદયાત્રીઓ કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘવાયા હતા.

More To Read

હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી | Teri Meri Bat | TeriMeriBat News