'પુરુષ' બનીને રહેનારાં એ મહિલા ખિલાડી જેમણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો?

By BBC GujaratiSeptember 23, 2026 at 12:00 AM
'પુરુષ' બનીને રહેનારાં એ મહિલા ખિલાડી જેમણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અફઘાનિસ્તાનની મહિલા સાઇકલિસ્ટ ફરીબા હાશિમીએ જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
  • 23 વર્ષીય હાશિમીએ મંગળવારે નાગોયા નજીક યોજાયેલી રેસમાં આ મેડલ જીત્યો હતો.
  • તેમની આ જીત અત્યંત ખાસ છે કારણ કે તેમને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે અસાધારણ સંઘર્ષ કરવો પડ્યો હતો.
  • તાલિબાનના શાસન હેઠળ મહિલાઓ પરના કડક પ્રતિબંધો અને હુમલાઓના ડરને કારણે, હાશિમીને તેમના વતન ફરયાબ પ્રાંતમાં પુરુષનો વેશ ધારણ કરીને તાલીમ લેવી પડતી હતી.
  • લોકો તેમને ઓળખી ન શકે અને તેમના પર પથ્થર ન ફેંકે તે માટે તેઓ બે-ત્રણ માસ્ક પહેરતા હતા.

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારાં આ મહિલા ખેલાડીને ક્યારેક 'પુરુષ' બનીને રહેવું પડ્યું હતું હાશિમી (મધ્યમાં) 2021માં અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયાં હતાં. અફઘાનિસ્તાનનાં મહિલા સાઇકલિસ્ટ ફરીબા હાશિમીએ જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે તેમણે એક સમય એવો પણ જોયો હતો જ્યારે તેમને પુરુષનો વેશ ધારણ કરીને તાલીમ લેવી પડતી હતી. ફરીબા હાશિમી 2021માં તાલિબાન ફરી સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાન છોડીને વિદેશ ચાલી ગયાં હતાં.

More To Read