શાહિદ આફ્રિદીએ જે બૅટથી 37 બૉલમાં સદી ફટકારીને રેકૉર્ડ બનાવ્યો હતો તે બૅટ કયા ભારતીય ખેલાડીનું હતું?
By BBC GujaratiSeptember 27, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પાકિસ્તાનના આક્રમક ક્રિકેટર શાહિદ આફ્રિદીએ 4 ઑક્ટોબર, 1996ના રોજ નૈરોબીમાં શ્રીલંકા સામે માત્ર 37 બૉલમાં સદી ફટકારીને વન-ડે ઇતિહાસનો સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ બનાવ્યો હતો.
- 40 બૉલમાં 102 રનની આ ઇનિંગ્સમાં 11 છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા.
- આફ્રિદીને અચાનક અન્ડર-19 ટીમમાંથી સિનિયર ટીમમાં સામેલ કરાયા હતા.
- તેમના રૂમમેટે જણાવ્યું કે આફ્રિદીએ મૅચ પહેલાં મુરલીધરન અને જયસૂર્યાના બૉલમાં છગ્ગા ફટકારવાનું સપનું જોયું હતું, જે આક્રમક ઇનિંગ્સમાં સાચું પડ્યું.
- આ ઐતિહાસિક સદી માટે વપરાયેલું બૅટ સૌરવ ગાંગુલીનું હતું, જે વકાર યૂનુસે આફ્રિદીને આપ્યું હતું અને પછી ભેટમાં આપી દીધું.
ઘણી વાર કહેવાય છે કે સપનાં સાચાં પડે છે. પરંતુ ઝડપી અને આક્રમક બૅટિંગ માટે જાણીતા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કદાચ ક્યારેય વિચાર્યું નહીં હોય કે, તેમણે જોયેલું એક સપનું આટલી જલદી સાચું પડશે. શાહિદ આફ્રિદીનું જીવન ઘણું ઘટનાસભર રહ્યું છે. શોએબ અખ્તરની જેમ તેઓ પણ પોતાની કારકિર્દી દરમિયાન અને ત્યાર પછી સતત ચર્ચામાં રહ્યા.
Was this story interesting?





