BAPS- ઍફિલ ટાવર વિવાદ : ટાવરનું સંચાલન કરતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી આપશે રાજીનામું
By BBC GujaratiSeptember 30, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પેટ્રિક બ્રાન્કો રુવો વર્ષના અંત સુધીમાં તેમના પદ પરથી રાજીનામું આપશે.
- આ નિર્ણય એક મોટા વિવાદના પગલે આવ્યો છે, જે સપ્ટેમ્બરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન સર્જાયો હતો.
- આ મુલાકાત દરમિયાન, મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળો પરથી હટાવીને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે ભારે રોષ ફેલાયો હતો.
- SETE દ્વારા કરાયેલી આંતરિક તપાસમાં આ ઘટનામાં કેટલીક કાર્યપ્રણાલીની ખામીઓ અને ત્રુટિઓ હોવાનું બહાર આવ્યું હતું, જેના પરિણામે મહિલા કર્મચારીઓને હટાવવા જેવી અસ્વીકાર્ય પરિસ્થિતિ સર્જાઈ હતી.
- આ ઘટનાથી કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને યુનિયનના પ્રતિનિધિ ડાયેન ડેવોઇને જણાવ્યું હતું કે મહિલા કર્મચારીઓ અપમાનિત અનુભવી રહી હતી.
ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઈટીઈના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પૅટ્રિક બ્રાંકો રુવો આ વર્ષના અંતે પોતાના પદ પરથી રાજીનામું આપશે. તેમનો આ નિર્ણય એ ઘટનાના પગલે આવ્યો છે, જેમાં એક હિંદુ સંસ્થા સ્વામિનારાયણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પરથી હટાવીને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને કામ પર મૂકવામાં આવ્યા હતા. આ મામલે ભારે વિવાદ ઊભો થયો હતો. એસઈટીઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રુવો 2018થી ઍફિલ ટાવરના ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વર્ષના અંતે તેઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.
Was this story interesting?

.webp)



