ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, સાથે રહેલા દીકરાને પાકિસ્તાને અંતિમ સંસ્કાર માટે પણ ન છોડ્યો, પરિવારે શું માંગણી કરી?

By BBC GujaratiSeptember 24, 2026 at 12:00 AM
ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, સાથે રહેલા દીકરાને પાકિસ્તાને અંતિમ સંસ્કાર માટે પણ ન છોડ્યો, પરિવારે શું માંગણી કરી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલભાઈ ભાલિયાનું પાકિસ્તાનની જેલમાં અવસાન થતા તેમના પરિવારમાં શોક છવાયો છે.
  • ફેબ્રુઆરી 2022માં, બીજલભાઈ, તેમના પુત્ર અશ્વિન અને અન્ય ચાર માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે અજાણતા પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશતા પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સી દ્વારા પકડાયા હતા.
  • જેલમાં બીજલભાઈને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ, અને 27 ઑગસ્ટ, 2023ના રોજ કરાચીની ઝીણા પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં તેમનું નિધન થયું.
  • ત્રણ અઠવાડિયાં બાદ તેમનો પાર્થિવ દેહ વતન પરત મોકલાયો હતો, પરંતુ આ ઘટનાની કરુણતા એ છે કે બીજલભાઈના પુત્ર અશ્વિનની જેલની સજા ઘણા સમય પહેલા પૂરી થઈ ગઈ હોવા છતાં, પાકિસ્તાને તેમને પિતાના અંતિમ સંસ્કાર માટે પણ મુક્ત કર્યા નહિ.
  • આથી, પરિવાર હવે અશ્વિનને પિતાની ઉત્તરક્રિયામાં હાજર રહેવા માટે તાત્કાલિક મુક્ત કરવાની આજીજી કરી રહ્યો છે.

માછીમારોના કલ્યાણ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ રહે તેના માટે પ્રયાસ કરતા કર્મશીલો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળ સીમા બાબતનો વિવાદ માછીમારોના જીવનમાં કરુણાંતિકાઓ સર્જે છે અને આ વિવાદનો કાયમી ઉકેલ ઝડપથી શોધવો જોઈએ. પરંતુ તે મડાગાંઠ હજુ સુધી વણઉકેલ રહી છે અને તેના કારણે ગુજરાતના વધુ એક માછીમાર પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલભાઈ ભાલિયા માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સીએ બીજલભાઈ, તેમના દીકરા અશ્વિન અને અન્ય ચાર માછીમારોને પકડી લીધા અને જેલમાં પૂર્યા. જેલમાં બીજલભાઈ બીમાર પડ્યા.

More To Read