'પાણીમાં ઊતરું તો લાગે છે એક દિવસ તેને મળીશ', પત્નીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી

By BBC GujaratiSeptember 30, 2026 at 12:00 AM
'પાણીમાં ઊતરું તો લાગે છે એક દિવસ તેને મળીશ', પત્નીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • For 13 years, Yasuo Takamatsu has embarked on a poignant twice-monthly ritual, diving into the cold waters off Japan's Onagawa port in a relentless search for his wife, Yuko, who was swept away by the devastating 2011 tsunami.
  • Yuko was on the roof of a bank building when the massive wave struck, and despite her last message assuring her safety, her body was never recovered.
  • Witnessing coast guard divers initially inspired Yasuo, then in his 50s, to learn diving himself, believing that by repeatedly entering the ocean, he might one day find her.
  • His 760 dives have transformed from a desperate search into a personal memorial and a profound connection, as he feels closest to her beneath the surface, unlike visiting a grave that doesn't exist.
  • Despite the underwater wreckage he encounters, which brings tears to his eyes, Yasuo harbors no animosity towards the sea, acknowledging nature's uncontrollable power and its inherent beauty.

યાસુઓ તાકામાત્સુ મહિનામાં બે વખત જાપાનના પૂર્વોત્તર મિયાગી પ્રાંતમાં આવેલા ઓનાગાવા બંદરથી માછલી પકડવાની એક નાનકડી હોડીમાં બેસીને કેટલાક કિલોમીટર દૂર સમુદ્રમાં રવાના થાય છે. ફેસ માસ્ક, ઍર ટૅન્ક અને વેટ બેલ્ટ પહેરીને ઊંડા દરિયામાં જવું એ છેલ્લાં 13 વર્ષથી તેમની આદત બની ગઈ છે. તેઓ જે હોડીમાં મુસાફરી કરે છે તે થોડું અંતર કાપે પછી તેઓ ઠંડા સમુદ્રના પાણીમાં કૂદી જાય છે. તેઓ વારંવાર એ દરિયામાં કૂદે છે જે તેમનાં પત્ની યુકોને ગળી ગયો હતો.

More To Read