‘હું આખા દેશને બરબાદ....’, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકીથી વિશ્વમાં ખળભળાટ

By AbpSeptember 20, 2026 at 5:37 PM
‘હું આખા દેશને બરબાદ....’, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકીથી વિશ્વમાં ખળભળાટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને કડક ચેતવણી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે સંઘર્ષ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે.
  • ટ્રમ્પે ઈરાનને તેનું વલણ સુધારવા માટે તાકીદ કરી હતી, અન્યથા ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી, જેમાં ઈરાનનો સંપૂર્ણ નાશ અથવા આર્થિક બરબાદીના વિકલ્પો ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.
  • જોકે, તેમણે રાજદ્વારી ઉકેલ માટે પણ તૈયારી દર્શાવી હતી અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી.
  • આગામી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મધ્ય પૂર્વની કટોકટી મુખ્ય ચર્ચાનો વિષય બનશે.
  • આ ઉપરાંત, સાઉદી અરેબિયા પર થયેલા મિસાઈલ હુમલાઓ બાદ અમેરિકા યમનના હૂતી વિદ્રોહીઓ પર પણ નજર રાખી રહ્યું છે અને તેમની સામે લશ્કરી કાર્યવાહીના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

Donald Trump Iran warning:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને અત્યંત આકરી ચેતવણી આપી છે. રવિવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે ઈરાનને પોતાની વર્તણૂક સુધારવા માટે તાકીદ કરી છે અને ચિમકી આપી છે કે જો તેહરાન પોતાનું વલણ નહીં બદલે, તો તેણે ભવિષ્યમાં અત્યંત ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. એક ખાસ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, "મારો પ્રશ્ન એ છે કે હું ક્યારે અને કેવી રીતે આખા દેશનો નાશ કરી શકું?

More To Read