Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત
By AbpSeptember 26, 2026 at 7:37 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Plane Crash: કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે.
- મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
- મૃત્યુ પામેલા અધિકારીઓમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાતલાયી તિએંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે.
- કોંગોના સૈન્ય પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બંને જનરલ ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને વિમાનના ક્રૂ મેમ્બર્સનાં પણ અકસ્માતમાં મોત થયા છે.
- મળતી માહિતી મુજબ, સૈન્ય વિમાન દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કિકવિતથી રાજધાની કિન્શાસા પરત ફરી રહ્યું હતું.
Plane Crash: કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા અધિકારીઓમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાતલાયી તિએંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. કોંગોના સૈન્ય પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બંને જનરલ ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને વિમાનના ક્રૂ મેમ્બર્સનાં પણ અકસ્માતમાં મોત થયા છે.
Was this story interesting?

.webp)



